ટંકારા : ટંકારા શહેરી વિસ્તારમાં જ્યાં શ્રી ગણેશનાં પંડાલ તેમજ સ્થાપના કરવામાં આવી હોય તેના વિર્સજન માટે નગરપાલિકા દ્વારા મોટા શિતળા માતાની ધાર, કોઠારીયા રોડ પર વ્યવસ્થા કરવામાં આવી છે.આ જગ્યાએ ટંકારા શહેરનાં તમામ ગણેશજીની પ્રતિમાનું વિર્સજન કરવાનું રહેશે. જેમાં દરેક પંડાલ/આયોજકો એ વિર્સજન અંગેની જાણકારી નગરપાલિકાને લેખિતમાં કરવાની રહેશે તેમજ વિર્સજનના દિવસે પૂજા અર્ચના કરી મૂર્તિ નગરપાલિકા કચેરી ખાતે રાખવાની રહેશે. ત્યાંથી નગરપાલિકાનાં વાહનમાં વિર્સજન માટે લઈ જવામાં આવશે જેમા ચાર જ વ્યકિતઓને વિર્સજન માટે લઈ જવામાં આવશે જેની સમગ્ર વિગતો અરજી સાથે આપવાની રહેશે. આ જાહેરનામાંના ભંગ કરવા બદલ પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની જાણ શહેરીજનોએ લેવા ટંકારા નગરપાલિકા મુખ્ય અધિકારી ગીરીશકુમાર સરૈયાની યાદીમાં જણાવાયું છે.