મોરબી GIDC પાસે અનુપમ સોસાયટીના નાકે ગટરના પાણીથી લોકો ત્રાહિમામ

- text


મોરબી : મોરબીમાં અનેક જગ્યાએ ગટરના પાણી ઉભરાવાની સમસ્યા ઉભી થઈ છે. ત્યારે GIDC પાસે આવેલી અનુપમ સોસાયટીના નાકે જ ગટરના પાણી ભરાઈ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા ઘણા સમયથી સતત ગટરના પાણી ઉભરાતા લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હોવાથી સોસાયટીમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ભક્તોને આવવા-જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તેથી તાત્કાલિક ધોરણે ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી લોકોની માગ છે.

- text

- text