મોરબીમાં સતવારા જ્ઞાતિનો ત્રિવિધ સન્માન સમારોહ યોજાયો

- text


વિદ્યાર્થી સન્માન, સેવા સન્માન તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું

મોરબી : શ્રી મોરબી સતવારા જ્ઞાતિ સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા મોરબી સતવારા જ્ઞાતિના વર્ષ- 2024માં ધોરણ- 9થી કોલેજ સુધીમાં પ્રથમ, દ્વિતીય નંબર મેળવેલા તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવેલા 58 વિદ્યાર્થી ભાઈ-બહેનોનો સન્માન સમારોહ, સેવા સન્માન અને દાતાઓનો સન્માન સમારોહ મોરબી સતવારા જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કાર્યક્રમના પ્રમુખ તેમજ આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેમાનનું શબ્દોથી સ્વાગત મહાદેવભાઇ ડાભીએ કર્યું હતું. જ્ઞાતિના જુદા જુદા મંડળના પ્રમુખો અને દાતાઓનું શિક્ષણ પુરસ્કાર સમિતિના સભ્યો દ્વારા રૂમાલ- ગુલાબથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરનાર ડો. ખુશ્બુબહેન ભરતભાઈ નકુમ, ગુજરાત લેવલે વેઇટ લિફ્ટિંગમાં પ્રથમ નંબર મેળવનાર પરમાર વૈશાલી ગોપાલભાઈનું શાલ ઓઢાડી, શિલ્ડ અને મેડલ આપી વિશિષ્ટ સન્માન જ્ઞાતિના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સ્વ. વિમલ કુમાર એ. જાદવ આઈ.ટી.આઈ. ચેરિટી ફંડ યોજનામાં રૂપિયા એક લાખનું દાન આપનાર દાતા નટવરલાલ પી.સોનગરા, રૂપિયા 10,000નું દાન આપનાર ભૌમિક એમ. જાદવ અને શિક્ષણ પુરસ્કાર ઈનામી યોજનામાં 51 હજાર રૂપિયા આપનાર દાતા દેવકણભાઈ કરમશીભાઈ કંઝારિયા, 51 હજાર રૂપિયા આપનાર દાતા ધનજીભાઈ ગણેશભાઈ કંઝારિયા, 25,000 રૂપિયા મનજીભાઈ પીતાંબરભાઈ આચાર્ય, 21000 રૂપિયા પ્રવીણભાઈ ભગવાનજીભાઈ પરમાર, 20,000 રૂપિયા મકનભાઈ ભવાનભાઈ ડાભી, 36000 રૂપિયા હરિનભાઈ ધરમશીભાઈ પરમારે આપતા દાતાઓનું શા ઓઢાડી સન્માન કરાયું હતું.

આ સંસ્થામાં સેવા આપનાર કોન્ટ્રાક્ટર પ્રભુભાઈ શીવાભાઈ ડાભી, સુથારી કામમાં હસમુખભાઈ અરજણભાઈ ડાભી, પ્લમ્બર તરીકે કામ કરનાર વેલજીભાઈ મોહનભાઈ નકુમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતાઓના પ્રતિનિધિ મનજીભાઈ કંઝારિયાએ (આચાર્ય) પોતાના ઉદબોધનમાં જીવનમાં શિક્ષણ સાથે સંસ્કારની વાત કરી હતી. તો શિક્ષણ પુરસ્કાર સમિતિના સભ્ય દેવજીભાઈ ચાવડાએ શિક્ષણમાં પરિશ્રમનું મહત્વ અને મૂલ્ય, કુટુંબ, સમાજ અને દેશની પ્રગતિમાં શિક્ષણનું મહત્વ અંગે વાત કરી હતી. કુ. દિતા પરમારે જુદા જુદા વિદ્વાનોના શિક્ષણ અંગેના મંતવ્યો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે જ્ઞાતિના 56 તારલાઓને શિલ્ડ, પ્રમાણપત્ર, મેડલ , સર્ટિ ફાઇલ, ,પેડ, સ્ટેપ્લર, પુસ્તકો, બોલપેન વગેરે વસ્તુઓ દાતાઓ અને પ્રમુખના હસ્તે આપીને વિદ્યાર્થીઓનું સન્માન કરી, પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા સાત વિદ્યાર્થીઓને સ્વ. વિમલકુમાર એ. જાદવ શિષ્યવૃત્તિ જ્ઞાતિના પ્રમુખના હસ્તે આપવામાં આવી હતી. સન્માનિત વિદ્યાર્થીઓ ચાવડા પૂજા દિવ્યકાન્તભાઈ તથા નેહલબહેન પરમારે આવા સન્માનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા, ઉત્સાહ અને પ્રોત્સાહન મળે છે તેમજ આજના યુગમાં ઇન્ટરનેટ, મોબાઈલ વગેરે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોના મહત્વ અંગે વાત કરી હતી

કાર્યક્રમના અને જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ એમ. કંઝારિયાએ જ્ઞાતિની જુદી જુદી સંસ્થાઓ, સમાજને મદદરૂપ બનવા જુદી જુદી પ્રવૃત્તિ કરી રહી છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતોલ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગી જવા યુવાનોને જણાવ્યું હતું. એલ .ડી. હડિયલે આંખના મોતિયાના ઓપરેશન અંગે 19 -9 -24 ના રોજ યોજાનાર કેમ્પ અંગે વાત કરી હતી. આ પ્રસંગે સીવણ ક્લાસની બહેનો દ્વારા રાસ-ગરબાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડિયલ, મોરબી સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ કંઝારિયા, મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ ધનજીભાઈ ડાભી, મોરબી સતવારા મંડળના પ્રમુખ હરિનભાઈ પરમાર, સમસ્ત સતવારા એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ એલ.ડી.હડિયલ, વાઘપરા સતતવારા જ્ઞાતિના પ્રમુખ ભુદરભાઈ જાદવ, વજેપર સતવારા જ્ઞાતિના પ્રમુખ રાજેશભાઈ ડાભી તેમજ દાતાઓના પ્રતિનિધિ જીવરાજભાઈ પરમાર, મનજીભાઈ આચાર્ય, હિરેનભાઈ પરમાર, મહાદેવભાઇ ડાભી, હસમુખભાઈ પરમાર, ગીતાબેન કંઝારિયા, દેવકરણભાઈ કંઝારિયા, ધનજીભાઈ કંઝારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- text

કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ પુરસ્કાર સમિતિના સભ્ય મહાદેવભાઇ ડાભી, ગોવિંદભાઈ હડિયલ, તરુણભાઈ પરમાર, દેવજીભાઈ ચાવડા, ધીરુભાઈ પરમાર, હરિભાઈ કંઝારિયા, યોગેશભાઈ ડાભી, વિજયભાઈ ડાભી, ડો. જયેન્દ્રભાઈ કંઝારિયા, કિશોરભાઈ કંઝારિયા, પ્રકાશભાઈ સોનગરા અને કેતનભાઈ પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી. જ્ઞાતિના ત્રિવિધ સન્માન સમારંભમાં વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા હતા અને સર્વેનો યોગેશભાઈ ડાભીએ આભાર વ્યક્ત કર્યો હતોય કાર્યક્રમમાં સર્વે મહેમાનો માટે ચા- પાણીની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે સર્વેને આઈસ્ક્રીમ આપી મીઠું મોઢું કરાવાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરજભાઈ પરમાર, મહાદેવભાઈ ડાભી અને પ્રકાશભાઈ સોનગરાએ કર્યું હતું.

- text