રૂ.40 હજારની રોકડની ચોરી : રાત્રીના પોલીસ પેટ્રોલિંગ વધારવાની ગ્રામજનોની માંગમોરબી : માળિયાના વિજયનગર (માણાબા) ગામે તસ્કરોના આંટાફેરા થઈ રહ્યા છે. તસ્કરોએ એક મકાનને નિશાન બનાવીને તેમાં ચોરીને અંજામ પણ આપ્યો હોય ગ્રામજનો રાત્રીના પેટ્રોલિંગ વધારવાની માંગ કરી રહ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા તાલુકાના વિજયનગર (માણાબા) ગામે ગઈકાલે રાત્રે જેઠાભાઇ રેવાભાઈ ઉધરેજાના મકાનમાં ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં તસ્કરોએ ઘરની પાછળની ગ્રીલ તોડી ત્યાંથી પ્રવેશી કબાટના લોક તોડ્યા હતા. જો કે કબાટમાં દાગીનાના ખાલી ખોખા અને રોકડ હતી. ચોરોએ રૂ 40 હજારની રોકડનો હાથ ફેરો કર્યો હતો.આ એક મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપી બાજુના મકાનમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો. પણ બીજા મકાનમાં પરિવાર જાગી જતા ચોરો મુઠ્ઠીવાળીને ભાગી છૂટયા હતા. હાલ ગ્રામજનો રાત્રીના પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.