વાંકાનેર : “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર” પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર- મોરબી જિલ્લા દ્વારા આયાજિત, નેશનલ રૂરલ આઈ. ટી. ક્વિઝનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલી આ નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ-‘24 સ્પર્ધામાં મોરબી જિલ્લાકક્ષાની વિવિધ ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક 20 સ્કૂલનાં 196 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં વાંકાનેરની શ્રીમતિ એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયમાંથી 9 બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 15 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ પસંદ થયા છે. જેમાં શ્રીમતી એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની ગૌસ્વામી અંતરા રાજુભાઈ પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.જિલ્લાકક્ષાની નેશનલ રૂરલ આઈ ટી.ક્વિઝ-24માં 15 વિજેતાઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા તારીખ 13-9-2024ના રોજ ગાંધીનગર જશે અને વાંકાનેર તાલુકાનું એકમાત્ર પ્રતિનિધિત્વ કરનાર વિદ્યાર્થિની તરીકે અંતરા ગૌસ્વામી ગાંધીનગર જશે તે બદલ શાળા પરિવારે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.