હડમતીયા ગામે 25 બોટલ અને મિતાણા ગામે 8 બોટલ દારૂ કબ્જેટંકારા : ટંકારા પોલીસે હડમતીયા અને મિતાણા ગામે વિદેશી દારૂ અંગેની બે અલગ અલગ કાર્યવાહીમાં બે આરોપીઓને કુલ મળી 33 બોટલ વિદેશી દારૂ સાથે પકડી પાડી એક આરોપીને ફરાર જાહેર કર્યો હતો.વિદેશી દારૂના પ્રથમ દરોડામાં ટંકારા પોલીસે હડમતીયા ગામે દરોડો પાડી આરોપી પ્રવીણ સગરામ અજાણાને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 25 બોટલ કિંમત રૂપિયા 12,280ના મુદ્દામાલ સાથે પકડી પાડતા આરોપી કાનાભાઈ કરશનભાઇ અજાણાની સંડોવણી કબુલતા કાનાભાઈને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં ટંકારા પોલીસે મિતાણા ચોકડી પાસે દરોડો પાડી આરોપી ભોવનસિંગ ઇશ્રામ રાઠવા રહે.હરિપર, ટંકારા, મૂળ રહે.છોટાઉદેપુર વાળાને વિદેશી દારૂની 8 બોટલ કિંમત રૂપિયા 2720 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.