અડધો કલાક બંધ મકાનમાં ચોરી કરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડ્યોહળવદ : હળવદના સોનીવાડમાં અડધો કલાક બંધ પડેલા મકાનમાથી રૂપિયા 2.66 લાખના સોનાના દાગીનાની ચોરી થવાના બનાવનો ભેદ ઉકેલી નાખી હળવદ પોલીસે હળવદના આરોપીને પકડી પાડી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો.હળવદ શહેરના સોનીવાડમાં રહેતા અને રસોઈ કામ કરતા રાજેન્દ્રકુમાર કૃષ્ણપ્રસાદ દવેના અડધો કલાક બંધ પડેલા મકાનમાંથી અજાણ્યા તસ્કરે સોનાની બે વીંટી, મંગળસૂત્ર, સોનાની ચાર જોડી બુટી અને પેડલ સહિત કુલ મળી 53 ગ્રામ સોનાના દાગીના કિંમત રૂપિયા 2,66,000ની માલમતા ચોરી કરી જવા મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે બાતમીદારોને કામે લગાડી ચોરીની આ ઘટનાનો ભેદ ત્વરિત ઉકેલી નાખી આરોપી ધર્મેશ પ્રદીપભાઈ જોશી, રહે.ઓરાવાડ નામના શખ્સને ઝડપી લઈ પોલીસે ત્રીજું નેત્ર ખોલતા જ આરોપીએ 2.66 લાખની કિંમતના દાગીના કાઢી આપ્યા હતા.