મોરબી : મોરબી શહેર પેટા -2 વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં તારીખ 11-9-2024ના રોજ સવારે 7:30 થી બપોરે 3:30 કલાક સુધી વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.જેમાં ભાડિયાદ ફીડર બંધ રહેશે. સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસા, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, વરિયા નગર વિગેરે તથા આસપાસના વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.