સોશિયલ મીડિયા ઉપર ખાસ બાજનજર : ધાર્મિક લાગણી દુભાઈ એવા કૃત્યો ન કરવા સહિતની અનેક પ્રજાજોગ સૂચનાઓ જાહેર કરાઈમોરબી : મોરબી જિલ્લામાં ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક બની છે. ખાસ સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે.મોરબી જિલ્લા પોલીસે પ્રજાજોગ સંદેશ જાહેર કર્યો છે કે હાલ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલુ હોય જેમા કોઇ ઉશ્કેરણીજનક કે કોઇ સમાજની ધાર્મીક લાગણી દુભાય એવા કોઇ પણ જાતની અફવા કે ખોટા મેસેજ સોશિયલ મિડીયામાં મોકલવા કે ફોરવર્ડ કરવા નહિ. તેમજ ભકિતના વાતાવરણને જાળવી રાખવુ.મોરબી જીલ્લા પોલીસ-સાયબર ક્રાઇમ પોલીસ દ્રારા આ બાબતે વ્હોટએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર, જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર અલગ-અલગ ટીમ બનાવી આવી પ્રવૃતી કરતા ઇસમો પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. ગણેશ ઉત્સવમાં કોઇ પણ ધર્મ કે જાતિની લાગણી દુભાય તેવા ગીત, સંગીત વગાડવા નહિ અને ડી.જે.નો અમુક મર્યાદા કરતા વધારે અવાજ રાખવો નહિ જો કોઇ ડીજે દ્રારા ઉશ્કેરણીજનક ગીત વગાડવામાં આવશે તો તેના વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવામાં આવશે.કોઇ વ્યકિત આવી ગેરકાયદેશર પ્રવૃતીઓને પ્રોત્સાહિત કરશે તો તેઓની વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહિ કરવામાં કોઈ પણ પ્રકારના આકસ્મિક બનાવ/ મુશ્કેલીમાં તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા તમારી નજીકના પોલીસ કર્મચારીનો સંપર્ક કરવોઆ પ્રકારના મેસેજ તથા સોશિયલ મિડીયા પોસ્ટની જાણ તુરંત મોરબી જીલ્લા પોલીસ કંટ્રોલરૂમ મો.નં.-૦૨૮૨૨૨૪૩૪૭૮, ૭૪૩૩૯૭૫૯૪૩ ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.