કેન્સર વોરિયર્સ માટે 2 ઓક્ટોબરના રોજ નવરાત્રિ મહોત્સવનું આયોજનરાજકોટ : કેન્સર ક્લબ અને ક્લબ યુવી દ્વારા આગામી તારીખ 2 ઓક્ટોબરના રોજ રાજકોટ ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ભારતભરમાંથી કેન્સરની સારવાર લઈ ચુકેલા અથવા સારવાર ચાલુ હોય તેવા બહેનો તથા ભાઈઓ માટે 2 ઓક્ટોબરના રોજ સાંજે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ક્લબ યુવી ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ મહોત્સવમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે અપીલ કરાઈ છે. વધુ માહિતી માટે મો.નં. 94282 72976, 96646 96501, 94269 00894 પર સંપર્ક કરવા જણાવાયું છે.