મોરબી : મોરબીમાં સામાકાંઠે આવેલા અગ્નેશ્વર મહાદેવના મંદિર ખાતે લઘુરૂદ્રીયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે દર વર્ષે શ્રાવણ માસ પૂર્ણ થતાં મોરબીમાં સામાકાંઠે આવેલા અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને આ લઘુરૂદ્રી યજ્ઞમાં બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમ મંદિરના સંચાલય જેઠાલાલ પંડ્યાએ જણાવ્યું હતું.