મોરબી : મોરબીમાં વસતા દક્ષિણ ભારતના તેલુગુના મિત્ર યુવક ગ્રુપ તેલુગુ દ્વારા આ વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે. મોરબીના ન્યૂ સેવા સદન પાસે શોભેશ્વર રોડ પર આવેલા ભોમેશ્વર પાર્કમાં મિત્ર યુવક મંડળ તેલુગુ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે. જ્યાં દરરોજ આરતીનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.