વાંકાનેર : આજ રોજ તારીખ 10 સપ્ટેમ્બર ને મંગળવારના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને RBSK ટીમ દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નવા ગારિયા પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં કુલ 147 વિદ્યાર્થીઓમાંથી ધોરણ 5 થી 8ના મળીને કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં ડો. નિલેશ ધનાણીએ વિદ્યાર્થીઓને તમાકુના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક અસરો તથા રોગો વિશે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ, બોટલ, પેન, પેન્સિલ જેવા પ્રોત્સાહન તરીકે ઇનામો આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને RBSK ટીમ ડો. નિલેશ ધનાણી, ડો. ડિમ્પલબા જાડેજા, સોનલબેન ઝાલા (fhw) અને શાળાના પ્રિન્સિપાલ અને શાળાના શિક્ષકો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે શાળાના બધા જ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.