મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ડમ્પર – અર્ટિગા વચ્ચે અકસ્માત, બે વ્યક્તિના ઘટના સ્થળે મોત

- text


મકનસર – રફળીયા ગામે પાસે સવારે 8.30 વાગ્યા આસપાસ બનેલો બનાવ

મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઈવે ઉપર રફાળેશ્વર અને મકનસર વચ્ચે કાળમુખા ડમ્પર અને અર્ટિગા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બેવ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે રવિવારે સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર અને મકનસર વચ્ચે કાળમુખા ડમ્પર અને અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં GJ-36-AL-7520 નંબરની અર્ટિગા કારનો બુકડો બોલી ગયો હતો અને ડમ્પર પણ પલ્ટી મારી ગયું હતું. આ ગમખ્વાર ઘટનામાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા જ્યારે 3 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો છે.

- text

- text