મોરબીના રવાપર રોડ ઉપર રહેણાંક મકાનમાંથી 70 હજાર રોકડાની ચોરી

- text


બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ માણેક સોસાયટીમાં ને તસ્કરોએ ખાતર પાડી વેપારીના ઘરમાં ઘુસી રોકડા રૂપિયા 70 હજારની ચોરી કરી જતા બનાવ અંગે સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ચોરીના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના રવાપર રોડ ઉપર માણેક સોસાયટીમાં રહેતા વેપારી હિતેનભાઈ અરવિંદભાઈ પલાણના રહેણાંક મકાનના તાળા તોડી બે અજાણ્યા તસ્કરો કબાટમાં રાખેલ રોકડા રૂપિયા 70 હજારની ચોરી કરી જતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text