પી.એમ.શ્રી સજનપર પ્રા. શાળાના શિક્ષિકાનું તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન

- text


ટંકારા : 5 સપ્ટેમ્બર ને શિક્ષકદિન નિમિત્તે મોરબીની વી.સી.ટેક. હાઈસ્કૂલ ખાતે મોરબી જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ટંકારાની પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને હાલમાં જ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદ થયેલા દેત્રોજા ભારતીબેન પંચાણભાઈને ટંકારા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સાંસદ સભ્ય અને પૂર્વ કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે કાર્યક્રમમા ઉપસ્થિત ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી હતી તેમજ ટંકારા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા, બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, વિરમભાઈ દેસાઈ, સી.આર.સી શૈલેષભાઇ સાણજા તેમજ તાલુકાના શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉપરાંત શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા તેમજ તમામ સ્ટાફ મિત્રો દ્વારા ભારતીબેનને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- text

- text