મોરબી : મોરબીના સામાકાંઠે જુના રફાળેશ્વર બાજુ જતાં રસ્તા પર આવેલી જુની પોસ્ટ ઓફિસ પાસે છેલ્લા અઠવાડિયાથી ગટરના પાણી ઉભરાય રહ્યા છે. તંત્ર દ્વારા ખાડા ખોદીને યોગ્ય સમારકામ ન કરવામાં આવ્યું હોવાથી ખાડામાં પાણી ભરાયેલા રહે છે. જેના કારણે મોટાભાગનો રસ્તો બંધ જેવી હાલતમાં છે. માત્ર એક જ વાહન પસાર થઈ શકે તેટલો જ રસ્તો ચાલુ છે.આ રસ્તા પરથી જુના રફાળેશ્વર, ભડિયાદ, જોધપર અને સામાકાંઠા વિસ્તારની ઘણી સોસાયટીના હજારો લોકો દરરોજ પસાર થાય છે. ત્યારે રસ્તા પર સતત ગટરના પાણી ઉભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે જ બેથી ત્રણ લોકો ગટરના પાણીના ખાડામાં પડી ગયા હતા અને ઈજાઓ થઈ હતી. ત્યારે લોકોની માગ છે કે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે.