મોરબી : મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માધાપરવાડી કન્યા શાળાની ધો.6 થી 8 ની વિદ્યાર્થીનીઓએ હોંશભેર ભાગ લીધો હતો.વેદ વ્યાસજીના પિતાજીનું નામ શું હતું? ચેટીચાંદ કયા સંતની સ્મૃતિમાં ઉજવાય છે? શ્રીકૃષ્ણના શંખનું નામ શું હતું?ચાણક્યનું મૂળ નામ શું હતું? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવું કોને કહ્યું હતું? ભારતની કઈ સંસ્થાએ એકીસાથે 104 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કર્યું હતું? ભારતનો મુદ્રાલેખ કયો છે? વગેરે જેવા 50 પ્રશ્નોના ઉત્તર પેપરમાં લખી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો. ભારત વિકાસ પરિષદ તરફથી ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. પરમાર હેન્સી દિલીપભાઈએ 100 માર્કમાંથી 94 માર્ક પ્રાપ્ત કરી પ્રથમ નંબર, પરમાર વંદના હંસરાજભાઈ 88 માર્ક સાથે દ્વિતીય નંબર અને રિદ્ધિ છગનભાઇ ડાભી અને હડિયલ પૂનમ જલારામભાઈએ 74 માર્ક પ્રાપ્ત કરી તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. બીજા તબક્કામાં શાળા કક્ષાની કસોટીમાં પ્રથમ બે નંબર પ્રાપ્ત કરનારને આગળની સ્પર્ધામાં મોકલવામાં આવશે. સમગ્ર પરીક્ષામાં ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ ડો.પનારા અને પ્રકલ્પ સંયોજક દિલીપભાઈ પરમારે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શાળા કક્ષાએ જયેશભાઈ અગ્રાવત, દયાલજીભાઈ બાવરવા, ચાંદનીબેન સાંણજા, નીલમબેન ગોહિલ વગેરે શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.