મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલી મૌલાઈ રાજા સાહેબની દરગાહમાં ગત રાત્રિના સમયે ચોરીની ઘટના બની છે. મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ દરગાહમાં ચોરીનો બનાવો બન્યો હતો. ચોરીની ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એક ચોર દરગાહમાં પ્રવેશે છે અને દરગાહમાં રહેલી પરચૂરણ રૂપિયાની પેટી લઈને જતો રહે છે. ચોરે દરગાહમાં રહેલી તિજોરી તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તિજોરી તૂટી ન હતી. માત્ર પરચૂરણ રૂપિયાની ચોરી કરીને ચોર નાસી છુટ્યો હતો.