મોરબીના જેતપર રોડ પરના ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીનો પ્રયાસ

- text


મોરબી : મોરબીના જેતપર રોડ પર પીપળી ગામની સામે આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ગત રાત્રિના રોજ એક ફેલ્ટનું 6 જેટલા શખ્સોએ મકાનનું તાળું તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, ગોકુલધામ એપાર્ટમેન્ટના ડી બ્લોકમાં રાત્રિના 3 વાગ્યાની આસપાસ કેટલાક બુકાનીધારી શખ્સો પ્રવેશે છે અને એક બંધ ધરનું તાળું તોડી અંદર પ્રવેશ કરે છે. પરંતુ અવાજ થતાં ડરથી આ શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. આમ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીનો પ્રયાસ થયા સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી છે.

- text

- text