વિદ્યાર્થીઓ બન્યા શિક્ષક: મોરબી જિલ્લામાં શિક્ષક દિવસની હોંશભેર ઉજવણી

વિદ્યાર્થીઓએ એક દિવસ શિક્ષક બનીને ભણાવ્યા પાઠ

મોરબી : આજે 5 સપ્ટેમ્બરના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લામાં શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ આજે એક દિવસ પૂરતા શિક્ષક બન્યા હતા અને સમગ્ર શાળાનું સુચારું સંચાલન કર્યું હતું.


નવા મકનસર પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસ ઉજવાયો

મોરબી : મોરબીના નવા મકનસર પ્રાથમિક શાળામાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિક્ષકોએ વિદ્યાર્થીઓને શિક્ષક દિવસનું મહત્વ સમજાવી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે માહિતી આપી હતી.


માળિયા મિયાણાની જાજાસર પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસ ઉજવાયો

માળિયા (મિયાણા) : તાલુકાની જાજાસર પ્રાથમિક શાળામાં આજે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થી નાટડા પાયલ જીલુભાઈએ આચાર્ય તરીકે ફરજ બજાવી સમગ્ર શાળાનું સંચાલન સફળતાપૂર્વક કર્યું હતું. શાળામાં શિક્ષકો તરીકે પણ બાળકો એ જ ફરજ નિભાવી શિક્ષણકાર્ય કર્યું હતું. શાળાના શિક્ષકોએ જરૂર જણાય ત્યાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આમ સમગ્ર દિવસ ખુબ જ આંનદદાયક અને પ્રેણાદાયક બની રહ્યો હતો. શાળાના આચાર્ય હરદેવભાઈ કાનગડ દ્વારા તમામ બાળકોને અભિનંદન પાઠવાયા હતા.


પ્રોઝિલ ગ્રીન એનર્જી સોલાર પ્લાન્ટ દ્વારા શિક્ષક દિન નિમિત્તે પલાશ શાળામાં સ્કૂલબેગનું વિતરણ કરાયું

વાંકાનેર : આજરોજ શિક્ષકદિન નિમિત્તે પ્રોઝિલ ગ્રીન એનર્જી સોલાર પ્લાન્ટ દ્વારા પલાશ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યમાં પ્રોઝિલ ગ્રીન એનર્જી સોલાર પ્લાન્ટના ઝાલા ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહ, વાઘેલા, દિગ્વિજયસિંહ પ્રવિણસિંહ કોન્ટ્રાક્ટર, આહીર સ્મિત રમેશભાઈ કોન્ટ્રાક્ટર, વિલાસ પાસવાન (સિવિલ એન્જિનિયર), રાજા બાબુ શાહ (સેફ્ટી એન્જિનિયર), હર્ષ વાઢેર (સેફ્ટી એન્જિનિયર), અને મહેન્દ્રકુમાર (ઈલેક્ટ્રીકલ એન્જિનિયર), મનન ઠાકર (એમડી), શોભિત રોય (એમડી), અભયભાઈ (પ્રોજેક્ટ મેનેજર), રોહિત પંચાલ (પ્રોજેક્ટ મેનેજર) એ ઉપસ્થિત રહીને વાંકાનેરની પલાશ પ્રાથમિક શાળાના તમામ બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રોઝિલ ગ્રીન એનર્જી સોલાર પ્લાન્ટના આ કાર્ય બદલ શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.


મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નંબર-2માં શિક્ષક દિવસની ઉજવણી

મોરબી : આજ રોજ પીએમશ્રી તાલુકા શાળા નંબર-2માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શાળાનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. નાના નાના ભૂલકાઓએ શિક્ષક બનીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોરબી સિટી પોલીસ સ્ટેશન એ ડિવિઝનના PSI આર. એન. ભટ્ટે શાળાના શિક્ષકોને સન્માનિત કર્યા હતા.


મોરબીની બગથળા ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દિવસ ઉજવાયો

મોરબી : આજરોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે બગથળાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ અને શિક્ષકોની ભૂમિકાનો ભજવી હતી. વિદ્યાર્થીઓએ એક દિવસ શિક્ષક બનીને વિવિધ વિષયને ખૂબ રસ પૂર્વક ભણાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓની ઉત્સાહવર્ધક કામગીરીને શ્રેષ્ઠ પ્રતિસાદ મળ્યો હતો અને શિક્ષકો દ્વારા પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી.


બહાદુરગઢ પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસ ઉજવાયો

મોરબી : બહાદુરગઢ પ્રાથમિક શાળામાં આજે તા. 5/9/2024ના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ સમગ્ર શાળાનું એકદિવસ માટે સંચાલન કર્યું હતું.


ભડિયાદ પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસ ઉજવાયો

મોરબી : મોરબીની ભડિયાદ પ્રાથમિક શાળામાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ ફોરોજભાઈ સુમરા તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજાએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને સ્વરક્ષણ અને સ્વબચાવ અંગે માહિતગાર કર્યા હતા. અંતમાં બાળ શિક્ષકોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.


મોટાભેલા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શિક્ષક દિવસ ઉજવ્યો

માળીયા મિયાણા તાલુકાની મોટાભેલા પ્રાથમિક શાળામાંશિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જેમાં શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થીની નાટડા ઇકરાબેન કાસમભાઇ સુમરાએ ટીચર તરીકે ફરજ બજાવી સમગ્ર શાળાનું સંચાલન સફળતા પૂર્વક કર્યું હતું. આમ સમગ્ર દિવસ ખુબ જ આંનદદાયક અને પ્રેણાદાયક બની રહ્યો હતો. દિવસને અંતે શિક્ષકો બનેલ અને તેમની પાસે એક દિવસ માટે અભ્યાસ કરેલ બાળકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા.જેમાં બધાંનો એક જ સુર હતો કે મજા પડી!! શાળાના આચાર્ય જયદિપ ચારોલા દ્વારા તમામ બાળકોને અભિનંદન અપાયા હતા.