મોરબી (મહમદશા શાહમદાર દ્વારા) : દર વર્ષની મુજબ આ વર્ષે પણ તારીખ 3-9-2024 ને મંગળવાર અને મુસ્લિમ ચાંદ 28 શફરના રોજ હજરત ગેબનશા વલી (ર.અ.)નો ઉર્ષ મુબારક હજરત ગેબનશાપીર દરગાહ શરીફ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે બહુજ શાનો શોકતથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સાંજે 4 વાગ્યે તમામ આશિકાને ગેબનશા વલીની હાજરીમાં સંદલ પોસી કરવામાં આવશે. સંદલ મુબારક બાદ સાંજે અસરની નમાજ બાદ તમામ આશિકોને ન્યાજ મુબારક પણ તક્સીમ કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ ગેબી મિલાદ કમિટી દ્વારા મિલાદે મુસ્તુફાનો નૂરાની જલસો રાખવામાં આવેલ છે. તો આ નુરાની મોકા ઉપર તમામ આશિકોએ હાજરી આપી ગેબી સરકારના ફૈજાનથી માલામાલ થશે તેવી ખાદીમ હાજી ઉસ્માનગની હાજી હાસમભાઈ તથા તમામ કાર્યકર્તાની એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.