મોરબી : મોરબી તાલુકા પોલીસે વરલી મટકાના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવી અલગ-અલગ ત્રણ દરોડામાં વનાળીયા, ઘુંટુ અને ટીંબડી ગામે ત્રણ વર્લીભક્તને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.મોરબી તાલુકા પોલીસે વરલી મટકાના જુગારના ધંધાર્થીઓ ઉપર કડક કાર્યવાહી કરી પ્રથમ દરોડામાં વનાળીયા ગામના ઝાંપા સામે જાહેરમાં આંકડા લખી જુગાર રમાડતા આરોપી હુશેનભાઈ કાશમભાઈ સુમરા, રહે.વીશીપરા વિજયનગર પાછળ મફતીયાપરા, મોરબી વાળાને રોકડા રૂપિયા 210સાથે પકડી પાડ્યો હતો. જયારે બીજા દરોડામાં ઘુટુ ગામની સીમ સિમ્પોલો સિરામીક સામેથી આરોપી કિશોરભાઇ કાંતિલાલ અદગામા, રહે.ત્રાજપર વાળાને રોકડા રૂપિયા 310 સાથે વરલીના આંકડા લેતા ઝડપી લીધો હતો. જયારે ત્રીજા દરોડામાં આરોપી શેરમામદ ઇબ્રાહીમભાઇ ભટ્ટી રહે.વિસીપરા મોરબી વાળાને મોરબી માળીયા હાઇવે રોડ ઉપર ટીંબડી ગામની સીમમાં જાહેરમાં વરલીના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 250 કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.