માતુશ્રી વીરબાઈમાં ગ્રુપના સહયોગથી આખો શ્રાવણ માસ ફરાળ કરાવાયુ મોરબી : મોરબીમાં માતુશ્રી વીરબાઈમાં ગૃપ દ્વારા દાતાના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં દરરોજ દર્દીઓને કઢી ખીચડીના ભોજનની સાથે સાથે દર્દીઓને શ્રાવણમાસ નિમિતે ફરાળ પ્રસાદ રૂપે રાજગરાની ફરાળીપુરી, બટેટાની સૂકી ભાજી અને ડાયફ્રૂટ શિખંડ જમાડવામાં આવ્યા હતા.છેલ્લા 9 મહિના મોરબીના સિવિલ હોસ્પિટલમાં દાતાના સહયોગથી સાંજે વિના મૂલ્યે કઢી ખીચડી જમાડવામાં આવે છે. સાથે જ દાતા માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડના સયહોગથી આખો શ્રIવણ મહિનો મોરબીના સિવિલ હોસ્પિટલમાં ફરાળ સાથે દરરોજ અલગ અલગ મીઠાઈ જેમ કે બાસુંદી, ટોપરા પાક, ગુલાબપાક, દૂધીનો હલવો, ગુલાબજાંબુ , શિખંડ, બ્રિજ લાડુ વગેરે વાનગીઓ સાથે પેટીસ અને સાંજે કઢી ખિચડી જમાડવામાં આવે છે.આ કાર્યમાં વિરબાઈમાં ગ્રુપના જયશ્રીબેન વાઘેલા, મીરાબેન ગૌસ્વામી, ભાનુબેન મજેડીયા, સરલાબેન રાચ્છ, જસવંતીબેન સોનગરા, મીરા દવે અને ભૂમિ કક્કડ સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા. આ સમગ્ર આયોજન અલ્પાબેન કકકડ દ્વારા કરવામાં આવ્યું હતું. માતૃ શ્રી વિરબાઈમાં માનવ સેવા તથા ગૌ સેવાના નામે ચાલતી સંસ્થા દ્વારા 2018થી મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિમાં મોરબીમાં કોઈ પણ પ્રસંગમાં વધેલું જમવાનું ઘરે ઘરે જઈ એકત્રિત કરવાની સાથે નહીં જોઈતા કપડાં, બુટ, ચપ્પલ, પુસ્તકો કે અન્ય કોઈ વસ્તુઓ એકત્રિત કરી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.