મોરબી : GEB જેટકો 66 કેવી મોરબી A સબ સ્ટેશનના APO મહેશભાઈ એન. પરમારનો વિદાય સન્માન સમારોહ 31 ઓગસ્ટના રોજ પુરષોત્તમ ચોક, જ્ઞાતિની વાડી, મોરબી ખાતે યોજાયો હતો.આ ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ અધિક્ષક ઇજનેર જી. જી. માલસણાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં કાર્યપાલક ઇજનેર એ. કે. પટેલ, હીરાણી સાહેબ નાયબ ઇજનેર, જુનિયર ઇજનેર, કર્મચારી અને તેઓના સતવારા જ્ઞાતિના અગ્રણીઓ અને પરિવારના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. મહેશભાઈ પરમાર સેવા દરમિયાન જ્ઞાતિમાં કર્મચારી મડંળમાં સારી સેવા આપી હતી. અ.ગુ.વિ.કા.સઘંના હોદ્દેદારોએ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સ્વાગત પ્રવચન એચ. જી. જોષીએ કર્યું હતું. પ્રાસંગિક પ્રવચન સરડવા સાહેબ આપ્યું હતું. સંસ્થા તરફથી મહેશભાઈ પરમારને શાલ, પ્રમાણપત્ર, ચાંદીનો સિક્કો આપી અભિનંદન પાઠવ્યા હતાં અને મહેશભાઈ પરમાર તરફથી ભોજન સમારંભનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન કે. આઈ. ગોસાઈએ કર્યું હતું. જ્યારે ભગદેવભાઈ, જોષીભાઈ, અઘારાભાઈ, કમલેશભાઈ તેમજ સંઘ સભ્યોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.