રવાપર ઘુનડા રોડ પર આવેલા રામેશ્વર ફાર્મ ખાતે યોજાશે ગણેશ મહોત્સવમોરબી : મોરબીમાં રવાપર ઘુનડા રોડ પર નવજીવન સ્કૂલની બાજુમાં આવેલા રામેશ્વર ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ગણેશ મહોત્સવમાં 7 સપ્ટેમ્બરના રોજ સ્થાપના થશે અને 17 સપ્ટેમ્બરના રોજ વિસર્જન થશે. ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે દરરોજ સાંજે 7 થી રાત્રે 11 કલાક સુધી દર્શન કરી શકાશે. મોરબીની ધર્મપ્રિય જનતાને ગણેશ મહોત્સવમાં દર્શનનો લાભ લેવા પટેલ ગ્રૂપ આયોજત ગણેશ મહોત્સવ નિમંત્રણ પાઠવે છે.