રેલવે સ્ટેશન રોડ ઉપર વરલીના આંકડા લેતા એક ઝડપાયો હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુગારના અલગ અલગ બે દરોડામાં ભવાનીનગર ઢોરા પાસે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ચારને પકડી પાડી રેલવે સ્ટેશન રોડ ઉપર જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા એક શખ્સને ઝડપી લીધો હતો.જુગારના પ્રથમ દરોડામાં હળવદ પોલીસે ભવાનીનગર ઢોરા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રમેશભાઇ ઉર્ફે મનો સિંધાભાઇ બામ્ભા, ત્રીકમભાઇ લક્ષમણભાઇ ચાવડા, ગણપતભાઇ ગોવીંદભાઇ બામ્ભા અને અજીતભાઇ ઉર્ફે મથુર ધનજીભાઇ રાઠોડને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,900 કબ્જે કર્યા હતા.જયારે બીજા દરોડામાં પોલીસે હળવદ રેલ્વે સ્ટેશન રોડ વીસ્તારમા લક્ષ્મી લોજ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી રાજેશભાઈઉર્ફે પીન્ટો પ્રવીણભાઇ પરમાર, રહે. દતેશ્વર દરવાજા, હળવદ વાળાને વર્લી ફીચરના સાહીત્ય તથા રોકડા રૂપિયા 520 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.