બ્રિજેશ મેરજાએ વાચક પ્રેમીઓ સાથે તેમના વાચન રસ અંગે ગોષ્ઠી કરીમોરબી : સરદારબાગ મોરબી ખાતે પ્રતિ માસના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે સપ્ટેમ્બર માસના પ્રથમ રવિવારના રોજ પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન બ્રિજેશ મેરજાએ પુસ્તકોની અદલાબદલી કરવા આવેલા વાચક પ્રેમીઓ સાથે તેમના વાચન રસ અંગે ગોષ્ઠી કરી હતી. પુસ્તક પરબમાં આવેલા યુવાનો અને કોલેજ કન્યાઓને જે જિંદગીભર વાચનનો રસ જાળવી રાખવા બ્રિજેશ મેરજાએ વાચનથી થતા લાભની સવિસ્તાર માહિતીથી વાકેફ કર્યા હતા. મહત્વનું છે કે, બ્રિજેશ મેરજાએ આ પુસ્તક પરબની ત્રીજી મુલાકાત લઈ સૌને પ્રોત્સાહિત કર્યા હતા.