મોરબી: મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલી અમી પેલેસવાળી શેરીમાં શ્રીજી પેલેસ પાસે બાયપાસ રોડવાળી મેઈન ભૂગર્ભગટરમાં કચરો ફસાઈ જવાથી મેઈન ભૂગર્ભ ગટર બંધ થઈ ગઈ છે. ગટર બંધ થઈ જતાં સોસાયટીમાં 2 ગટર ઉભરાઈ રહી છે અને અત્યંત દુર્ગંધ સાથે ભયંકર વાસ આવી રહી છે. જેનાં કારણે સોસાયટીના લોકો હેરાન થઈ ગયા છે. ત્યારે આ ગટરની સફાઈ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યાં છે.