માળીયા વનાળિયા : માળીયા વનાળિયા ગ્રામના વિવિધ વોર્ડ વિસ્તારમાં ઉકરડાની સફાઈ, દવા છટકાવ તથા DDTનો છટકાવ કરાવી તેમજ રોડ રસ્તાનું રીપેરીંગ કામ કરાવવા સામાજિક કાર્યકર્તા રામજીભાઈ જેઠાભાઇ ચાવડા દ્વારા માળીયા વનાળિયા ગ્રામ પંચાયતમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા પર કીચડના થડનું નિર્માણ થયું છે. આ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં રોગચાળાનો ભય હોય તથા હાલ ચાંદીપુરા વાઇરસનો પણ સક્રિય છે. જે 14 વર્ષ સુધીના બાળકોમાં ઝડપથી ફેલાય રહ્યો છે. ત્યારે આ દરમ્યાન માળીયા વનાળિયા ગ્રામ પંચાયતમાં દવાનો છટકાવ કરાવવા તેમજ અતિભારે વરસાદથી ગામમાં કાચા રસ્તા પર જામેલા કિચડના થડમાં બાઇક સ્લીપ થતું હોય ત્યારે આ રસ્તા પર મોરમ માટી નાખી રસ્તામાં પડતી તકલીફનું નિવારણ કરવા માંગ કરવામાં આવી છે.