મોરબી : મોરબી- લીલાપર વચ્ચે કાળીપાટ પાસે આવેલ પુલ ધરાશાયી થયો હોય વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. તેવું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી - લીલાપર રોડ ઉપર કાળીપાટ પાસે રામદેવપીર મંદિર નજીક આવેલ પુલ આજે તૂટી પડ્યો છે. પુલનો વચ્ચેનો ભાગ તૂટીને નીચે બેસી ગયો છે. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.