મોરબી : બગથળા આયુષ્યમાન આરોગ્ય મંદિર/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં ડૉ. હીરેન. પી. વાસદડિયા તથા સુપરવાઈઝર જે. બી.બેચરાના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર બગથળાના તમામ સ્ટાફ દ્વારા હાઉસ-ટુ-હાઉસ કામગીરી કરવામાં આવી હતી.જેમાં તેઓએ સમાજ અને પરિવારના સભ્યોને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા રોગથી બચવા માટે શુ તકેદારી રાખવી જોઈએ એ માટે થોડી માહિતી આપી હતી. તેમજ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાએ મચ્છરના કરડવાથી થતાં વાહકજન્ય રોગો છે. જેથી મચ્છરના કરડવાથી બચવા જણાવ્યું હતું. મેલેરિયાના લક્ષણો :-મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગે છે. ધ્રુજારી સાથે સખત તાવ આવે છે. તાવ એક દિવસના અંતરે આવે અથવા દરરોજ આવે. માથું દુઃખવું, શરીર દુઃખવું, કળતર, ઉલટી, ઉબકા, તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો વળે વગેરે લક્ષણો અંગે માહિતી આપી હતી. તેમજ જણાવ્યું હતું કે, મેલેરિયા માદા એનોફિલીસ ધ્વારા ફેલાય છે જે વહેલી સવારે અને મોડી સાંજે કરડે છે.મેલેરિયાથી બચવા માટે લેવાના પગલાંઓ :-તાવ હોય તો નજીકની આરોગ્યની સંસ્થામાં લોહીની તપાસ કરાવો.સાદો મેલેરિયા હોય તો 14 દિવસની અને ઝેરી મેલેરિયા હોય તો 3 દિવસની સંપૂર્ણ સારવાર લો.મચ્છરથી બચવા મચ્છર વિરોધી ક્રીમ, કોઈલ અને અગરબત્તીનો ઉપયોગ કરો.ઘરમાં અને ઘરની આજુબાજુમાં રહેલ પાણી સંગ્રહના પાત્રોને હવાચુસ્ત ઢાંકણાંથી બંધ રાખો.ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દો અને ભરાયેલ પાણીને વહેવડાવી દો.પાણીના નાના ખાડા ખાબોચીયા પૂરી દો.કાયમી ભરાઈ રહેતા પાણીના તળાવોમાં પોરાભક્ષક માછલીઓ અવશ્ય મુકાવો.ઘરના બારી બારણામાં મચ્છર જાળી લગાવો.ઘરના બારી બારણા, ખાસ કરીને સવાર અને સાંજ બંધ રાખો.સુતી વખતે જંતુનાશક કે સાદી મચ્છરદાનીનો ઉપયોગ કરો.