ધારાસભ્ય સહિતનાએ સુચના આપી હોવા છતાં અધિકારીએ કર્મચારીની ફાળવણી ન કરતાં અનેક સવાલો ઉઠ્યા ટંકારા : ટંકારા નગરપાલિકા કાર્યરત થયા બાદ પંચાયત હસ્તકના કર્મચારીઓ છુટા કરી દિધાને મહિના વિત્યા બાદ પણ મોરબી જિલ્લા કલેકટર દ્વારા શહેરના સિટી તલાટી મંત્રીનો ઓર્ડર ન કરતા અરજદારોના અગત્યના કામકાજના થપ્પા થઈ ગયા છે. પંચાયત બોડીની આંતરિક લડાઈ વખતે અરજીના પહાડ લાગ્યા હતા જે પાલિકા કાર્યરત થઈ છતા પણ સિટી તલાટીની જગ્યા ન ભરતા અગત્યના કામકાજ અટકી ગયા છે.આ અંગે ટંકારા ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરીયાએ પણ તાકીદે સ્ટાફ નિમણૂક માટે સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, હજુ સુધી આ અંગે પણ કાર્યવાહી ન થતા વહીવટી તંત્રની આળસ કે પછી અન્ય કોઈ કારણ? સહિતના અનેક સવાલો વહેતા થયા છે. પરતું લોક હિત માટે આ અંગે તાકીદે સ્ટાફ નિમણૂક કરવા માગણી ઉઠી છે.