વાંકાનેર તાલુકા પોલીસે પંચાસીયા ગામે અને એલસીબીએ શહેરમાં બે દરોડા પાડ્યા વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકામાં જુગારના અલગ અલગ ત્રણ દરોડામાં છ જુગારી પકડાઈ ગયા હતા જેમાં વાંકાનેર તાલુકા પોલીસે પંચાસીયા ગામે અદેપર રોડ ઉપર જુગાર રમતા ત્રણ શખ્સને તેમજ મોરબી એલસીબીએ વાંકાનેર શહેરમાં બે સ્થળે દરોડા પાડી ત્રણ વરલી ભક્તને ઝડપી લીધા હતા.પ્રથમ દરોડામા વાંકાનેર તાલુકા પોલીસે પંચાસીયા ગામે અદેપર રોડ ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ભરતભાઇ પોપટભાઇ દેલવાણીયા, અજયભાઇ ધીરૂભાઇ કોંઢીયા અને આરોપી અરવીંદભાઇ શામજીભાઇ કોંઢીયા રહે.પંચાસીયા વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1330 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જયારે મોરબી એલસીબી ટીમે વાંકાનેર સિપાઈશેરીની સામે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ઈકબાલભાઈ અસરફભાઈ ચૌહાણને 11,100 રોકડા સાથે ઝડપી લઈ આંકડાની કપાત લેનાર સુરેન્દ્રનગરના આરોપી જુનેદભાઇ યાકુબભાઇ ભટ્ટીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો..જયારે અન્ય દરોડામાં મોરબી એલસીબી ટીમે આરોપી અસીમભાઈ સલીમભાઈ ગોરી અને જમાલભાઈ ખલીફા રહે.વાંકાનેર વાળાને જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2600 કબ્જે કરી જુગારધારા મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.