હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામથી ધૂળકોટ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા આરોપી રમેશભાઇ બાબુભાઇ ભોજયા, શૈલેષભાઇ મહાદેવભાઇ માલસણા, મનોજભાઇ પોપટભાઇ લુહાર અને નિલેષભાઇ સવજીભાઇ અગેચાણીયા રોકડા રૂપિયા 24,200 સાથે તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા જ્યારે આરોપી બટુકભાઇ મગનભાઇ કોળી અને પ્રકાશભાઇ પોલાભાઇ કોળી નાસી જતા પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરી નાસી ગયેલા બન્ને આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.