મોરબી : મોરબીની નટરાજ ફાટક પાસે રોડ ઉપર ખાડાઓ પડ્યા હોય, જે ટ્રાફિકમાં અડચણરૂપ બની રહ્યા હોય ટ્રાફિક પોલીસે ખાડાઓ પુરાવી વાહનચાલકોને પડતી હાલાકી દૂર કરી હતી. ટ્રાફિક પીઆઇ કે.એમ છાસિયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. અબડા, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ, કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ તેમજ ટ્રાફિક બ્રિગેડના કરણભાઈ તેમજ ખુશ્બુબેન આ કામગીરીમાં જોડાયા હતા.