ટંકારાના ઓટાળા ગામે પારકા ઝઘડામા કેસ પાછો ખેંચી લેવાનું કહી જાનથી મારી નાખવા ધમકી

- text


આરોપીના મિત્રએ યુવાનને એટ્રોસીટી કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી

ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે અગાઉ થયેલા ઝઘડામાં કેસ પાછો ખેંચી લેવાનું કહીને ત્રાહિત વ્યક્તિએ યુવાનને જાનથી મારી નાખવા તેમજ એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે ઓટાળા ગામે રહેતા અલ્પેશ ગોરધનભાઇ ઘોડાસરાએ ટંકારા પોલીસ મથકમાં આરોપી સુરેશ નથુભાઈ પરમાર રહે.ઓટાળા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના કૌટુંબીક ભાઈને અગાઉ આરોપી રોહિત નાનજીભાઈ ફાંગલીયા સાથે ઝઘડો થયો હોય ફરિયાદ નોંધાવી હોવાથી આરોપી રોહિત ફાંગલિયાના મિત્ર સુરેશ પરમારે ફરિયાદી અલ્પેશભાઈને કેસ પાછો ખેંચી લેવા જણાવી અન્યથા જાનથી મારી નાખી એટ્રોસીટી કેસમાં ફસાવી દેવા ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

- text

- text