મોરબી : આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આયોજિત બાલ ઉર્જા રક્ષક દળ કાર્યક્રમ અંતર્ગત પી. એમ. શ્રી તાલુકા શાળા નં. 2માં લોક ઊર્જાના વિવિધ સ્ત્રોત અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ઊર્જાના વિવિઘ સ્રોત જેમ કે, સૂર્ય ઉર્જા (સોલાર ઉર્જા), પવન ઉર્જા, જૈવિક ઈંધણ અને બાયોફ્યુલ, પાણી અને જીયો થર્મલ ઉર્જા, અણુકેન્દ્રીય ઉર્જ વગેરે વિષય પર વિદ્યાર્થિનીઓને સરળ રીતે સમજાઈ જાય તેવો પધ્ધતિ પ્રયુક્તિ દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્ર સંચાલક દિપેનભાઈ ભટ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં પ્રથમ નંબર પાટડીયા હેત્વિબેનનો આવેલ અને દ્વિતીય નંબરમાં બે વિદ્યાર્થી વચ્ચે ટાઈ થઈ હતી તેમના એક સોલંકી હરસિધ્ધિબેન અને બીજા ચાવડા રાધિકાબેન આમ ત્રણેય વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય કૈલા નિલેશભાઈ હસ્તે પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મ સફળ બનાવવા શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.