મોરબી : મોરબીના ખેવાળીયા ગામે ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં પાણી ભરાય જતાં ખેતી પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે આ અંગે ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, ગ્રામ સેવક દ્વારા નુકસાની અંગે બે વખત સર્વે કર્યો છે. પરંતુ ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ આ બાબતે રિસર્વે કરાવી ખેડૂતોને વળતર ચુકવવા માગ કરાઈ છે.