મોરબી : મોરબીના શનાળા રોડ પર જીઆઈડીસી સામે આવેલી અરિહંત સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી ભુગર્ભ ગટરના પાણી ઉભરાવાની સમસ્યા યથાવત છે. હાલ વરસાદ પડતાં ગટરના પાણી વધુ પ્રમાણમાં ઉભરાય રહ્યા છે અને રોડ પર તળાવની માફક ભરાઈ રહે છે. હાલ મળ-મુત્ર પણ ઉભરાતા હોવાની સ્થાનિકોએ પાલિકા સમક્ષ રજૂઆત કરી છે. આ અંગે અગાઉ પણ રહીશોએ મોરબી નગરપાલિકાને રજૂઆતો કરી છે. પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે. ત્યારે આજે ગટર ઉભરાવાની સમસ્યા અંગે મોરબી નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે અને સત્વરે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોકોએ માગ કરી છે.¬