મોરબી : મોરબીમાં અતિવૃષ્ટિ બાદ ઠેર-ઠેર પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે શહેરમાં નવલખી રોડ પાસે સેન્ટ મરી સ્કૂલની પાછળ આવેલ અમૃતપાર્ક સોસાયટીમાં હજી પણ વરસાદના પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. જેમાં ગટરમાંથી પાણી જતું ન હોવાથી આસપાસના વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આમ રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી આસપાસના રહીશોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ કોઈ દુર્ઘટના સર્જાઈ કે રોગચારો ફેલાવાની ભીતિ સર્જાઈ છે.