મોરબી : મોરબી શહેરમાં અતિ ભારે વરસાદના કારણે ઘણી સોસાયટીઓમાં ગટર ઉભરાવાની સમસ્યા ઉભી થઈ છે. સાથે જ રસ્તા પરથી ગટરના ગંદા પાણી ઓસરતા ન હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલી ક્રિષ્ના પાર્ક-2 સોસાયટીમાં ગટર ચોકઅપ થઈ જતાં મહિલાઓએ આજે મોરબી પાલિકામાં હલ્લાબોલ કર્યો હતો.મહિલાઓના જણાવ્યા પ્રમાણે ક્રિષ્ના પાર્ક-2 સોસાયટીના ઘરોમાં અને શેરીમાં વરસાદી અને ભુગર્ભ ગટરના પાણી ઓસરતા નથી અને ગટર ચોકઅપ થઈ ગઈ છે. જેથી તાત્કાલિક ધોરણે ગટર સાફ કરવામાં આવે. આ માગ સાથે આજે ક્રિષ્ના પાર્ક-2ની મહિલાઓ મોરબી નગરપાલિકા કચેરીએ પહોંચી હતી અને ગટર સાફ કરાવવા મુદ્દે હલ્લાબોલ કર્યો હતો અને તાત્કાલિક પાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવે તેવી ઉગ્ર માગ કરવામાં આવી હતી.