માળિયા (મિયાણા) : તાલુકાના મોટી બરાર ગામે આજે ટીસીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. મોટી બરાર ગામે રહેલા જીઈબીના ટીસીમાં અચાનક આગ લાગી હતી અને જોત જોતામાં ટીસી આખું ભડકે બળ્યું હતું. ટીસીમાં આગ લાગતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગના ધુમાડા પણ ઉંચે સુધી ઉડ્યા હતા. જો કે સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ કે અન્ય નુકસાન થયું નથી.