પાલિકાની સ્પીડ બોટની મદદથી તેમને બચાવી લેવાયા, હજુ આઇસરમાં એક વ્યક્તિ ફસાયેલોમોરબી : માળિયાના ખીરઇ નજીક ટ્રકમાં ફસાયેલા બે લોકોનું બોટની મદદથી સફળ રેસ્કયુ કરવામાં આવ્યું છે. હજુ આઇસરમાં એક વ્યક્તિ ફસાયેલો છે. તેને બચાવવાના પ્રયત્નો ચાલુ છે. મોરબી નજીક માળિયા હાઇવે રોડ ઉપર પાણીમાં ફસાયેલા બે ટ્રક પૈકી એકમાંથી એક ટ્રકમાં સવાર બે લોકોને પાલિકાની બોટની મદદથી બચાવી લેવામાં આવ્યા છે. આ ટ્રક ભોપાલથી ચોખા ભરીને ગાંધીધામ જતો હતો. તેમાં હાઇવે ઉપર ટ્રક બંધ પડી ગયો હોય બન્ને વ્યક્તિ ઊંઘ કરી રહ્યા હતા. તેમની ઊંઘ ઉડતા જ તેઓ પાણીમાં ફસાયેલા હતા તેવું તેમણે કહ્યું હતું.બપોરના બે વાગ્યાથી ચોમેર પાણીની વચ્ચે ફસાયેલ બંને યુવાનો હેમખેમ બહાર નીકળતા તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો. બીજી તરફ તેનાથી આગળ એક આઇસરમાં વ્યક્તિ ફસાયેલો હોય, દોરડા લંબાવી તેને બચાવવાના પ્રયાસો હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.