માળિયા (મિયાણા) : મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓને પણ મોટું નુકસાન થયું છે. અનેક રસ્તાઓ ધોવાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ છે. માળિયા-કચ્છ હાઇવેની હાલત પણ ખરાબ થઈ ગઈ છે.અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે માળિયા-કચ્છ હાઇવે પર અનેક જગ્યાએ ડામર રોડનું ધોવાણ થઈ ગયું છે. હાંજીયાસર અને ખિરઈ ગામ પાસેથી પસાર થતા હાઇવે પર ડામર રોડ ધોવાઈ ગયો છે અને રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. ડામર રોડ ઉખડીને રોડની બાજુમાં જતો રહ્યો છે. રોડની આ હાલતથી વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી છે.