મકરાણી વાસ નજીક મહાદેવ મંદિરમાં રહેતા લોકોને પણ સલામત બચાવાયામોરબી : મોરબીમાં મચ્છુ નદી ગાંડીતુર બનીને બે કાંઠે વહી રહી છે ત્યારે મચ્છુ કાંઠે આવેલ મહાપ્રભુજીની બેઠકમાં 12 લોકો ફસાઈ જતા 6 લોકોને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે ઉપરાંત મકરાણીવાસ નજીક મહાદેવ મંદિરમાં ફસાયેલા લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા.મોરબીના સામાંકાઠે મચ્છુ નદીના કાંઠે આવેલ મહાપ્રભુજીની બેઠકમાં મચ્છુ નદીના પુરના પાણી ઘુસી જતા અહીં 12 લોકો ફસાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે બોટ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી 6 લોકોને બચાવી લીધા હોવાનું અને બાકીના લોકોન્ડ બચાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જાણવા મળે છે.બીજા બનાવમાં મકરાણીવાસ નજીક મહાદેવ મંદિરમાં પાણી ઘુસી ગયા હતા અને અહીં રહેતા લોકોને તંત્ર દ્વારા સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.