એક બાળક અને ત્રણ સગીર સહિત 4 સ્ત્રી અને 4 પુરુષ લાપતા હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામે ગતરાત્રીના નદીમાં ટ્રેકટર પલ્ટી ખાઈ ગયા બાદ 17 લોકો લાપતા બન્યા બાદ નવ લોકોના જીવ બચી ગયા છે જ્યારે ઘટનાના 23 કલાક બાદ પણ હજુ આઠ લોકો લાપતા બન્યા છે. લાપતા બનેલા કુલ આઠ લોકોમાં એક બાળક, ત્રણ સગીર સહિત કુલ ચાર મહિલા અને ચાર પુરુષનો સમાવેશ થાય છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાનાં ઢવાણા ગામે ગતરાત્રીના આઠેક વાગ્યાના અરસામાં 17 લોકો સાથેનું ટ્રેકટર પલ્ટી મારી જતા આ ગમખ્વાર ઘટનામાં નવ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે આઠ લોકો હજુ પણ લાપતા છે. ઘટનના 23 કલાક બાદ સૌ પ્રથમ મોરબી અપડેટ સમક્ષ લાપતા બનેલા અને પુરના ઝંઝાવાતી પ્રવાહમાં બચી ગયેલા લોકોની યાદી સામે આવી છે.ઢવાણા ગામે પુરમાં બચી ગયેલા લોકોની યાદી1. પાચાભાઈ ભરવાડ, રહે. ઢવાણા2. ચમનભાઈ જાદવ, રહે. ઢવાણા3. લાલિતભાઈ જાદવ, રહે. ઢવાણા4. મનોજભાઈ સોલંકી, રહે.ઢવાણા5. રાહુલભાઈ ગણપતભાઈ બારોટ, રહે. ઢવાણા6. કિશન ઉર્ફે નિલેશભાઈ ગણપતભાઈ બારોટ, રહે.ઢવાણા7. મનીષાબેન સુરેશભાઈ બારોટ, રહે. ઢવાણા8. મનસુખભાઇ જેઠાભાઈ, રહે.પેઢડા, તા.લખતર9. લાલભાઈ ભગાભાઈ સાકરીયા, રહે. ઢવાણાઢવાણા ગામે પુરમાં તણાઇ લાપતા બનેલા લોકોની યાદી1. અશ્વિનભાઈ રાઠોડ, ઉ.28, રહે.જોરાવરનગર. સુરેન્દ્રનગર2. અશિષભાઈ સુરેશભાઈ બારોટ, રહે.નવા ઢવાણા3. રાજુબેન ગણપતભાઈ બારોટ ઉ.45, રહે. નવા ઢવાણા4. વિજય સુરેશભાઈ બારોટ, ઉ.19 રહે. નવા ઢવાણા5. જિનલ મહેશભાઈ બારોટ ઉ.06, રહે.પાટડી, સુરેન્દ્રનગર6. ગીતાબેન સુરેશભાઈ રાઠોડ, ઉ.16, રહે. નવા ઢવાણા7. જાનકીબેન પ્રવીણભાઈ મકવાણા ઉ.32 રહે.નવા ઢવાણા8. રામદેવ પ્રવીણભાઈ મકવાણા ઉ.14, રહે.નવા ઢવાણા