હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં જીજે - 02 - વીવી - 1841 નંબરની બોલેરો ગાડીના ચાલકે બાઈક લઈને જઈ રહેલા ડાયાભાઇ હીરાભાઈ સિંધવ રહે.ટીકર રણ વાળાને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી પોતાની બોલરો મૂકી નાસી જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.