અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના : વોકળામાં પાણીના ધસમસતા પ્રવાહને કારણે સર્જાઈ દુર્ઘટનાહળવદ : હળવદના ઢવાણા પાસે 20થી વધુ લોકોને લઈને જતું ટ્રેકટર તણાયુ હોવાનો બનાવ અત્યારે પ્રકાશમાં આવ્યો છે. આ મામલે જાણ થતા જ અધિકારીઓ સહિતના દોડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હળવદ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા અને ઢવાણા ગામના સ્થાનિક મહિપાલસિંહ ઝાલાના જણાવ્યા મુજબ ઢવાણા ગામ પાસે એક ટ્રેકટર વોકળાના પાણીના વહેણમાં તણાયુ છે. આ ટ્રેક્ટરમાં 20થી વધુ લોકો સવાર હતા. ધ્રાંગધ્રાના જીવા ગામેથી આ ટ્રેકટર ઢવાણા આવતું હતું. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. વધુમાં એવી માહિતી મળી રહી છે કે ઘટના અંગે જાણ થતાં જ તાલુકા કક્ષાએથી અધિકારીઓ દોડી ગયા છે. વધુ માહિતી હાલ મેળવવામાં આવી રહી છે.