સૌથી વધુ હળવદ તાલુકામાં સાત જ્યારે વાંકાનેર અને માળિયા મિયાણામાં પણ એક-એક રોડ ઉપર અવર-જવર બંધમોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને પણ મોટી અસર થઈ છે. જિલ્લાના 9 રોડ બંધ થઈ ગયા છે. જેમાં સૌથી વધુ 7 રોડ હળવદ તાલુકામાં બંધ થયા છે. આ સાથે વાંકાનેર અને માળિયા મિયાણામાં પણ એક-એક રોડ બંધ થયો છે.(1) માળીયા એપ્રોચ રોડ (માળિયા મિ.તાલુકો)કારણ : મચ્છુ ૩ ડેમનું પાણી છોડતા નીચાણવાળા વિસ્તારનો કોઝવે ઓવર ટોપ થવાથી(2) હળવદ-વેગડવાવ-ધણાડ- રણમલપુર રોડ (હળવદ તાલુકો)ધણાદ પાસેના કોઝવેમાં પાણી ઓવર ટોપિંગ થવાથી(3) વેગડવાવ -ઇશનપુર રોડ (હળવદ તાલુકો)કારણ : ઓવર ટોપિંગ થવાથી(4) વેગડવાવ -ચંદ્રગઢ રોડ(હળવદ તાલુકો)કારણ : ઓવર ટોપિંગ થવાથી(5) મેરૂપર પાંડા તીરથ (હળવદ તાલુકો)કારણ : ઓવર ટોપિંગ થવાથી(6) ઢવાના જીવા રોડ ( હળવદ તાલુકો)કારણ : ઓવર ટોપિંગ થવાથી(7) હરીપર કોયબા (હળવદ તાલુકો)કારણ : પાણીના ભારે પ્રવાહથી એક પિયરમાં સ્કાવરિંગ થવાથી બેસી ગયેલ(8)દિઘલીયા (વાંકાનેર તાલુકો)કારણ : દિઘલીયા ગામ થી ના મુખ્ય રસ્તા પર આવેલ કોઝ-વે પર પાણી ભરાઇ જવાથી હાલ અવર-જવર બંધ છે.(9)દિઘડીયા (હળવદ તાલુકો)કારણ : હળવદથી સરા ગામ જવાના મુખ્ય રસ્તા પર દિઘડીયા ગામ પાસે કોઝ-વે પર પાણી ભરાઇ જવાના લીધે બંધ છે.